કનૈયાલાલ મુનશી



કનૈયાલાલ મુનશી

download

મુનશી ગ્રંથાવલીનાં મુખપૃષ્ઠ પર કનૈયાલાલ મુનશીનું ચિત્ર
જન્મની વિગત
મૃત્યુની વિગત
રાષ્ટ્રીયતા
ભારતીય
અભ્યાસ
બી.એ., એલ.એલ.બી.
વ્યવસાય
વકીલાત, સાહિત્યકાર
ખિતાબ
પાંચ વિશ્વવિધાલયો તરફથી "ડી.લિટ" ની માનદ પદવી
ધર્મ
હિંદુ
જીવનસાથી
અતિલક્ષ્મી પાઠક, લીલાવતી શેઠ
સંતાન
જગદીશ મુનશી, સરલા શેઠ, ઉઝા રઘુપતિ, લતા મુનશી, ગિરિશ મુનશી
માતા-પિતા
તાપીબા, માણેકલાલ

કનૈયાલાલ માણેકલાલ મુનશી (ક. મા. મુનશી; ઉપનામ: ઘનશ્યામ વ્યાસ) (૧૮૮૭-૧૯૭૧) ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર હતા. તેમનો જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ ભરૂચમાં થયો હતો. તેમના પિતાનું નામ માણેકલાલ અને માતાનું નામ તાપી બા હતું. ૧૯૦૧માં તેમણે મૅટ્રિકની પરિક્ષા પાસ કરીને ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ઓગણીસ વર્ષની ઉંમરે 'એલિસ પ્રાઈઝ' સાથે તેમણે વિનયનના સ્નાતકની પદવી મેળવી અને ૧૯૧૦માં એલ.એલ.બી.ની પરિક્ષામાં ઉત્તિર્ણ થયા. ૧૯૧૩માં મુંબઈમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો. સાહિત્યની સેવાના પ્રારંભ રૂપે ૧૯૨૨માં ગુજરાતમાસિકનો પ્રારંભ કર્યો. તેમની સુદિર્ઘ કારકિર્દી દરમ્યાન ૧૯૩૭માં મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન, ૧૯૪૮માં રાષ્ટ્રની બંધારણ સભાના સભ્ય, પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન, ૧૯૫૨ની ચૂંટણી પછી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ વગેરે જેવા હોદ્દા સંભાળ્યા. તેમણે ૧૯૩૮માં ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી અને ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ રહ્યા. ૮ ફેબ્રુઆરી ૧૯૭૧ના દીવસે ૮૩ વર્ષની જૈફ વયે મુંબઈમાં તેમનું અવસાન થયું[૧] 

Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

0 comments :

Post a Comment