રૂઢિપ્રયોગો અને કહેવતો

             અમે આ મટીરીયલ ધોરણ 5 થી ધોરણ 12ની ગુજરાતીને અને ગુજરાત ભાષાનિયામક કચેરી ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલ “ ભાષા વિવેક ” નામની બૂકને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલ છે, જે તમને ખુબજ ઉપયોગી થશે.
ભાષા વિવેક રૂઢિપ્રયોગો
1. અક્કલનું ઓથમીર                     :        બુદ્ધિ વિનાનું
2. અગસ્ત્યના વાયદા                     :        લાંબા સમયના વાયદા,પુરા ન થાય તેવા વાયદા
૩. અડધી રાતે                            :        ભારે અગવડને વખતે,કટોકટીની પળે
4. અન્નજળ ઊઠવું                         :        જીવવા જેવી સ્થિતિ ના હોવી
5. આકાશ તૂટી પડવું                     :        ઓચિંતી આપત્તિ આવવી
6. આંગળીથી નખ વેગળા                :        ભેદભાવ હોવો
7. ઉચાળા ભરવા                         :        ઘરવખરી લઇ પલાયન થઇ જાવું
8. ઊંધા પાટા બાંધવા                    :        અવળું સમજવું
9. ઓછું આવવું                           :        મન દુભાવું
10. કક્કો ખરો કરવો                      :        પોતાની વાત પરાણે કબુલ કરાવવી
11. કાચું સોનું                            :        અત્યંત ફળદાયી
12. કાન ઉઘાડવા                         :        સાચી સ્થિતિ જણાવી કે સમજાવવી
13. કાન ફૂંકવા                            :        ખોટું કહીને ચડાવવું
14. કાનનું કાચું                           :        ભરમાવે તેમ ભરમાય તેવું
15. કાંડા કાપી આપવા                   :        કબુલાત કરી આપવી,લખી આપવું
16. કૂવામાનું દેડકું                        :        સંકુચિત વિચારસરણી વાળું
17. કોણીએ ગોળ લગાડવો               :        પોતાનું કામ સાધવા લાલચ આપવી
18. ખબર લેવી                           :        ખુબ ઠપકો આપવો
19. ખાડામાં ઉતારવું                      :        નુકસાન કરવું
20. ખાતર પર દીવેલ                    :        નુકસાન માં વધુ નુકસાન
21. ગણેશ માંડવા                        :        આરંભ કરવો
22. ગરદન મારવી                       :        ભારે નુકસાન કરવું
૨૩. ગાલે તમાચો મારી મો લાલ કરવું   :        સુખી હોવાનો દેખાવ કરવો
24. ગોળના પાણીએ નહાવું               :        છેતરાવું
25. ઘાસ કાપવું                           :        નકામી મહેનત કરવી
26. ધોળીને પી જવું                      :        ગણકારવું નહિ
27. ચશમપોશી કરવી                    :        દીઠું અદીઠું કરવું
28. ચાર દિવસની ચાંદની                :        થોડા સમયનું સુખ
29. ચાલતી ગાડીએ ચડી જાવું            :        વધુમતિમાં જોડાઈ જવું 
30. ચીનનો શાહુકાર                      :        પાકો ગઠીયો
31. ચોટલી હાથમાં આવવી               :        દાવપેચમાં આવવું
32. ચૌદમુ રતન                          :        મારપીટ
૩૩. છક્કા છૂટી જવા                      :        અત્યંત ગભરાઈ જવું
34. છાણે વીંછી ચડાવવો                 :        ઉશ્કેરવું,ખોટું ઉત્તેજન આપવું,જાહેર થાય તેમ કરવું
35. છાતી ઠોકીને કહેવું                    :        હિંમતપૂર્વક-વિશ્વાસપૂર્વક કહેવું
36. જમીન પર પગના મુકવો            :        ખુબજ જડપથી ચાલવું,ગર્વથી બહેકી જવું
37. જળ મુકવું                            :        પ્રતિજ્ઞા લેવી
38. જીવ ઉંચો થવો                       :        ચિંતા થવી,ઉચાટ થવો
39. ટકાનું ત્રણ શેર                       :        તદ્દન સસ્તું
40. ટાઢા પાણીએ ખસ જવી              :        વગર મુશ્કેલીએ સંકટ જવું
41. ઠંડે પાણીએ નાહી નાખવું             :        આશા છોડી દેવી
42. ઠોકર વાગવી                         :        સાચું ભાન થાય તેવી મુશ્કેલી આવવી
43. ડંકો વગાડવો                         :        યશસ્વી કાર્ય કરી બતાવવું
44. તડકો છાયડો વેઠવો                  :        સુખદુઃખ સહન કરવા
45. તેલ કાઢવું                            :        થાકી જાય તેવી રીતે કામ લેવું
46. દાઢીમાં હાથ ઘાલવો                 :        ગરજ પૂર્વક મદદ માગવી,ખુશામત કરવી
47. દાંત ખાટા કરવા                      :        ત્રાસી જાય એટલે સુધી થકવીને ના ફાવવા દેવું
48. દાંતે તરણું લેવું                       :        લાચારી બતાવવી,હાર કબુલ કરવી,દીનાતાથી શરણે જવું
49. નાડ પકડવી                          :        ખરું કારણ જાણવું
50. પગ ઉપર ઉભા રહેવું                 :        પગભર થવું,આત્મનિર્ભર થવું
51. બારમો ચંદ્ર                           :        ભારે વિરોધ,શત્રુતા
52. મગજમાં ઊતરવું                     :        સમજાઈ જવું
53. રજનું ગજ કરવું                      :        વધારીને વાત કરવી
54. લોઢાના ચણા ચાવવા                :        મુશ્કેલ કાર્ય કરવું
55. વળે વળ ઉતારવો                    :        બંધબેસતી ગોઠવણી કરવી
56. સીસામાં ઉતારવું                     :        ભોળવીને ફસાવું
57. હાથ લાંબા હોવા                      :        સામર્થ્ય હોવું

ભાષા વિવેક કહેવતો



1. ઊજળું એટલું દૂધ નહિ                 :        બાહ્ય દેખાવાથી છેતરાવું નહિ
2. અણી ચુક્યો સો વરસ જીવે            :        એક વખત નિષ્ફળ કે આફતમાંથી ઉગરી જનાર     
                                                   સફળતાની પરંપરાનો લાભ મેળવે છે.
૩. એક પંથ દો કાજ                      :        એકજ વસ્તુથી ઘણા કામ થાય
4. એકડા વગરના મીંડા થવા             :        કિંમત વગરનું થવું
5. ઓળખાણ મોટી ખાણ છે               :        ઓળખાણ હમેશા લાભદાયી નીવડે છે
6. કામ કર્યા તેને કામણ કર્યા             :        કામ કરનાર સૌને પ્રિય લાગે
7. કાંકરે કાંકરે પાળ બંધાય               :        થોડું થોડું કરતા મોટું કામ પણ પાર પડે
8. કુમળું ઝાડ વાળીએ તેમ વળે          :        નાનપણમાં જેટલી સારી ટેવ પાડવી હોય તેટલી પડી
                                                   શકાય.
9. કોલસાની દલાલીમાં હાથ કાળા        :        દુર્જન સાથે કામ પડવાથી કલંક લાગે
10. ખાડો ખોદે તે પડે                     :        કોઈનું બુરું કરવા મથનાર પોતાનુજ ખરાબ થાય
11. ખાતર ઉપર દીવેલ                   :        ખર્ચ ઉપર વધુ ખર્ચ
12. ગરજ સરી એટલે વૈદ વેરી           :        સ્વાર્થ પૂરો થતા સંબધ ન રાખનારી વ્યક્તિ
13. ઘરકી મુરગી દાલ બરાબર            :        ઘરની વ્યક્તિની કોઈ કદર થતી નથી
14. ચોરનો ભાઈ ઘંટી ચોર               :        બને સરખા
15. છાશ લેવા જવું ને દોણી સંતાડવી    :        જે કામ માટે જઈએ તેનો નિર્દેશ પણ ન કરવો,
                                                   કામ કરવું અને તેની શરમ પણ રાખવી તે ઠીક નહિ
16. જાગ્યા ત્યાંથી સવાર                  :        દોષ સમજાય કે તરત છોડવો
17. જેવી દષ્ટિ તેવી શૃષ્ટિ                :        જેવા પોતે હોય તેવાજ બીજા લાગે
18.ઝાઝા હાથ રળિયામણા                :        વધારે માણસો હોય તો કામ જલદી અને સારું થાય
19. ઝાઝી કીડીઓ સાપને તાણે           :        ઓસા બળવાન પણ વધારે માણસો વધુ બલાવનાને ફાવે
20. ટકે શેર ભાજી,ટકે શેર ખાજા           :        સારું નરસું સૌ સરખા
21. ડુંગર દુરથી રળિયામણા              :        દુરથી બધુજ સરખું દેખાય,પૂરો પરિચય ના થાય ત્યાં
                                                   સુધી બધું સારું લાગે
22. ડૂબતો માણસ તરણું પકડે            :        હતાશ થયેલો માણસ ક્ષુલ્લકનો આધાર લે
૨૩. દોરડી બળે પણ વળ ના છોડે        :        પાયમાલ થઇ જાય તોય અકડાઈ ના છોડે
24. દુઃખનું ઓસડ દહાડા                  :        સમય પસાર થતા દુઃખની માત્રા ઘટતી જાય
25. ધીરજના ફળ મીઠા                   :        ધીરજ રાખવાથી અનેક લાભ થાય
26. ધોબીનો કુતરો ન ઘરનો ન ઘાટનો   :        બંને પક્ષને પ્રસન્ન રાખનાર નીષ્ફળ જાય છે.
27. નાચવું નહિ ત્યારે આગણું વાંકું       :        કામ ન કરવું હોય ત્યારે ખોટું બહાનું બતાવવું.
28. પહેલું સુખ તે જાતે નર્યા              :        તંદુરસ્તી એ પ્રથમ સુખ છે.
29. પાડાના વાંકે પખાલીને ડામ          :        એકને વાંકે બીજાને સજા
30. બળીયાના બે ભાગ                   :        બળવાન માણસ બળના કારણે હમેશા વધુ લઇ જાય.
31. બાર ભૈયા અને તેર ચૌકા             :        જૂથ નાનું પણ મતભેદ ઘણા.
32. ભાવતું હતુંને વૈદે કહ્યું                :        પોતાને ગમતું હોય અને હિતકારી તેજ કરવાનું કહે.
૩૩. ભણ્યો ભૂલે ને તારો ડુબે              :        સમર્થ વ્યક્તિ પણ થાપ ખાઈ જાય.
34. મારે તેની તલવાર                   :        સાધનોનો ઉપયોગ કરે તેનું સાધન ગણાય.
35. મીઠા ઝાડના મૂળ ના ખોદાય :        કોઈની ઉદારતાનો ગેરલાભ ના લેવાય.
36. મુખમાં રામને બગલમાં છરી          :        દેખાવે સારું પણ દિલથી કપટી.
37. રજનું ગજ કરવું                      :        નાની વાતને મોટું સ્વરૂપ આપવું.
38. રાત થોડીને વેશ ઝાઝા               :        સમય ઓછો ને કામ ઘણા.
39. લીલા વનમાં સુડા ઘણા              :        લાભ દેખાય ત્યાં ઘણા દોડી જાય.
40. લોભે લક્ષણ જાય                     :        લોભ કરવાથી નુકસાન જાય.
41. વખાણી ખીચડી દાંતે વળગે           :        ખુબ વખાણીએ એજ ખરાબ નીકળે.
42. વગ કરે પગ                         :        લાગવગથી કામ પાર પાડી શકાય
43. વાડ વિના વેલો ના ચડે              :        ઊંચું સ્થાન મેળવવા માટે કોઈ મોટી વ્યક્તિની ઓથ લેવી
                                                   પડે.
44. વાતનું વતેસર કરવું                 :        નાની વાતને મોટું સ્વરૂપ આપવું.
45. વાર્યા ના વળે તે હાર્યા વળે          :        સમજવાથી જે ન સમજે તે નિષ્ફળતા મળવાથી તે
                                                   આપમેળે ઠેકાણે આવી જાય.
46. વિનાશકાળે વિપરીત બુદ્ધિ            :        વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિથી અવળું સુજે.
47. સબસે બડી ચૂપ                      :        શાંત રહેવાથી ફાયદો થાય.
48. સસ્તું ભાડુંને સિદ્ધપુરની જાત્રા         :        માર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું.
49. સંગ તેવો રંગ                        :        જેવી સોબત તેવી અસર પડે.
50. સંપ ત્યાં જંપ                         :        સંપથી શાંતિ અને સુખ મળે.
51. સાચને નહિ આંચ                     :        સત્યનો સદા જય થાય.
52. સુથારનું મન બાવળિયે               :        સ્વાર્થમાં નજર હોવી.
53. હાથના કર્યા હૈયે વાગ્યા              :        જેવું કાર્ય કર્યું હોય તેવા ફળ મળે.
54. હીરાની પરખ ઝવેરી જ જાણે :        ગુણની કદર ગુણવાન જ કરી શકે.
55. હોઠ સાજા તો ઉત્તર સાજા            :        વાણી-શક્તિથી પણ ગમે તેનો ઉપાય થાય.
56. હૈયે તેવું હોઠે                         :        જેવા વિચાર હોય તેવા વાણીમાં ઉતર્યા વિના રહે નહિ.
57. હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા :       પસ્તાવાનું થાય તેના કરતા વગર કહ્યે કામ કરી નાખવું
                                                   સારું.
 

Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

33 comments :

  1. ભૂત નું ઘર પીપળો નો અર્થ શું થાય

    ReplyDelete
    Replies
    1. ભૂત નું ઘર પીપળો નો અર્થ શુ થાય

      Delete
  2. વિનાશ કાલે વીપ્રીત બુદ્ધ એનો અર્થ

    ReplyDelete
    Replies
    1. Thinking is affected in wrong direction when end comes

      Delete
  3. Replies
    1. ભાવુક થઈ જવું , આનંદિત થવું

      Delete
  4. ભગવું ભગવું ધ્યાન હોવુ....અર્થ

    ReplyDelete
    Replies
    1. ભગવાધારી સંતો નું મન પરમાત્મા માં લીન હોવું

      Delete
    2. I think you are searching for GSSSB ,😊

      Delete
  5. મૂછ માં હસવું નો રૂઢિપ્રયોગ

    ReplyDelete
  6. વાયદા કરવા નો અર્થ

    ReplyDelete
  7. તરણા તોલે કરવુ નો અર્થ

    ReplyDelete
  8. મીઠા ઝાડના મૂળ ખાવા કહેવત સમજવો

    ReplyDelete
  9. બાર સાંતી ની જમીન નો અર્થ

    ReplyDelete
  10. કેટલી વિસે સો થાય નો અર્થ.
    જણાવવા વિનંતી

    ReplyDelete
  11. જીવ મા જીવ આવવો એનો અર્થ

    ReplyDelete
  12. રઘવાયા થઇ જવું નો અર્થ શુ થશે???????

    ReplyDelete
  13. ખેલ પૂરો થવો......નો અર્થ

    ReplyDelete
  14. હાથ વાટકો થવું

    ReplyDelete
  15. ગાલ લાલ કરવા નો અથૅ

    ReplyDelete
  16. કજિયા નુ મોં હમેશા કાળું

    ReplyDelete
  17. આંખો ભરાઈ આવવી

    ReplyDelete
  18. મહેનત લૂંટવી નો અથઁ

    ReplyDelete
  19. રઘવાયા થવું નો અર્થ?

    ReplyDelete
  20. ભૂત નું સ્થાન પીપળો નો અર્થ શું થશે

    ReplyDelete
  21. જર,જમીન ને જોરુ ‌‌‌ત્રણે કજિયાનના છોરું

    ReplyDelete