પુરોહિત વેણીભાઈ જમનાદાસ, ‘સંત ખુરશીદાસ’



પુરોહિત વેણીભાઈ જમનાદાસ, ‘સંત ખુરશીદાસ(૧-૨-૧૯૧૬,

૩-૧-૧૯૮૦) : કવિ, વાર્તાકાર. જન્મ જામખંભાળિયામાં. પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં, માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં. વ્યવસાયાર્થે મુંબઈમાંબે ઘડી મોજમાં જોડાયા. ૧૯૩૯ થી ૧૯૪૨ સુધી અમદાવાદમાં પ્રભાતદૈનિક, ‘ભારતી સાહિત્ય સંઘઅનેસસ્તું સાહિત્યમાં પ્રુફફરીડિંગ. ૧૯૪૨ ની લડતમાં દશ માસ જેલવાસ. ૧૯૪૪ થી ૧૯૪૯ સુધી પ્રજાબંધુઅને ગુજરાત સમાચારમાં પત્રકાર. ૧૯૪૯થી જીવનના અંત સુધી મુંબઈમાં જન્મભૂમિદૈનિકમાં. મુંબઈમાં અવસાન.

એમણે સિંજારવ’ (૧૯૫૫), ‘ગુલઝારે શાયરી’ (૧૯૬૨), ‘દીપ્તિ’ (૧૯૬૬) અનેઆચમન’ (૧૯૭૫) કાવ્યસંગ્રહોની રચનાઓમાં ગીત, ભજન, ગઝલ, સૉનેટ, મુક્તક તેમ જ લાંબી વર્ણનાત્મક રચનાઓ જેવા કાવ્યપ્રકારો અજમાવ્યા છે. માત્રા મેળ દેશીઓ, સંસ્કૃતવૃત્તો ને અછાંદસમાં પણ એમણે રચનાઓ કરી છે. એમની કવિતાનું ઉત્તમાંગ ગીતો અને ભજનો છે. બાળવયે વતનમાં મળેલા સંગીતના સંસ્કારો એમનાં ગીતોમાં શબ્દસંગીતથી સૂક્ષ્મ સૂઝ સાથે પ્રગટ થયા છે. નાનકડી નારનો મેળો’, ‘ઝરમર’, ‘અમારા મનમાં’, ‘પરોઢિયાની પદમણીવગેરે નોંધપાત્ર ગીતો છે. ભજનોમાં તળપદી વાણીની બુલંદતા, પ્રાચીન લયઢાળોની સહજ હથોટી અને ભક્તિ તથા ભાવનાભર્યું સંવેદનતંત્ર એમને સિદ્ધિ અપાવે છે.નયણાં’, ‘અમલકટોરી’, ‘હેલી’, ‘વિસામો’, ‘સુખડ અને બાવળવગેરે ઉત્તમ ભજનો છે. મસ્તી, માધુર્ય, ચિત્રાત્મકતા, પ્રવાહિતા અને મોકળાશ એ એમની અભિવ્યક્તિની લાક્ષણિકતાઓ છે. પ્રણય, પ્રભુ, દેશભક્તિ, પ્રકૃતિ અને તત્કાલીન ઘટનાઓનું નિરૂપણ એમણે રંગદર્શી દ્રષ્ટિથી કર્યું છે.

એમની કેટલીક ગઝલો સ્મરણીય છે; છતાં એકંદરે ગઝલ, સૉનેટ કે અછાંદસમાં એમને ખાસ સફળતા મળી નથી. અખાભગતના ઉપનામથી એમણે જન્મભૂમિમાં કટાક્ષ-કટાર ચલાવી હતી, તેમાં તત્કાલીનતા વધુ અને કવિતા ઓછી છે.કાવ્યપ્રયાગ’ (૧૯૭૮)માં પ્રાચીન-અદ્યતન કાવ્યોનો અરૂઢ ભાષામાં ભાવલક્ષી આસ્વાદ કરાવેલો છે. એમણે અત્તરના દીવા’ (૧૯૫૨), ‘વાંસનું વન’, ‘સેતુનામના વાર્તાસંગ્રહો પણ આપ્યાં છે.

Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

0 comments :

Post a Comment