દુલા ભાયા ‘કાગ



દુલા ભાયા કાગ (૨૫-૧૧-૧૯૦૨, ૨૨-૨-૧૯૭૭) : કવિ. જન્મસ્થળ મજાદર (જિ. ભાવનગર). પ્રાથમિક પાંચ ધોરણ સુધીનો અભ્યાસ. રામાયણ-મહાભારત ઉપરાંત ચારણી સાહિત્યનો સ્વાધ્યાય અને એનું સંપાદન. ખેતી અને ગોપાલનનો વ્યવસાય. કંઠ, કહેણી અને કવિતાનો સુમેળ સાધનારા કાગલોકગીતો, ભજનો અને આખ્યાનોનો જાહેર કાર્યક્રમો પણ આપતા. મજાદરમાં અવસાન.

જ્ઞાન, ભક્તિ અને નીતિ-આચારણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળનારા આ કવિએ કાગવાણીભા. ૧ (૧૯૩૫), ભા. ૨ (૧૯૩૮), ભા. ૩ (૧૯૫૦), ભા. ૪ (૧૯૫૬), ભા. ૫ (૧૯૫૮), ભા. ૬ (૧૯૫૮) અને ભા. ૭ (૧૯૬૪)માં લોકપરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનોને ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. વિનોબાબાવની’ (૧૯૫૮), ‘તો ઘર જાશે, જાશે ધરમ’ (૧૯૫૯), ‘શક્તિચાલીસા’ (૧૯૬૦) ઉપરાંતગુરુમહિમા’, ‘ચન્દ્રબાવની’, ‘સોરઠબાવનીવગેરે કૃતિઓ પણ એમણે રચી છે.

Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

0 comments :

Post a Comment