(૧) મુઠ વાળવી :- તાંત્રિકનો પ્રયાગ નિષ્ફળ કરવો.
(૨) કપટીનું ચપટ થવું :- કપટની યોજના નિષ્ફળ
જવી.
(3) અંક વાળવો :- હદ થવી.
(૪) વતું કરાવવું :- હજામત કરવી.
(૫) પડો વાજાડવો :- ઢોલ વગડવી જાહેરાત કરવી.
(૬) ચારેહાથે ભોયે પડવા :- બઘી રીતે
લાચાર થઇ જવું.
(૭) અવ્કોતેર કુળ તારવા :- તમામ પૂર્વજોનો ઉઘર કરવો.
(૮) શગ સંકોરવી :-દિવાની જ્યોત પ્રજવલિત કરવી.
(૯) લાપસી ચૂલે ચડવી :- ખુશી વ્યક્ત કરવી.
(૧૦) આંખે પડદ આવવા :- સત્ય ન દેખાવું.
(૧૧) માલનો મેર :;- માળાનો મુખ્ય મળકો.
(૧૨) દિવાસળી મેળવી :- બાજુ પર મૂકી દેવું.
(૧૩) ભુયમાં હોવું :- લુચ્ચું હોવું.
(૧૪) ગડમથલ કરવી :- નિરર્થક મહેનત કરવી.
(૧૫) છત્રી વાજા વગાડવા :- બેન્ડવાજા વાગવા.
(૧૬) બુહાગીરી કરવી :- અણઆવડત બતાવવી.
(૧૭) નાકલીટી તાણવી :- અત્યંત નમ્ર પણે શરણે જવું.
(૧૮) લોધાની મેખ પેસી જવી :- વેદના થવી.
(૧૯) પાલવે ગંઠાવું :- પાછળ–પાછળ જવું.
(૨૦) બાંકરી બાંઘવી :- વેર બાંઘવું.
(૨૧) ચકમક ઝરવી :-કાજ્યો થવો.
(૨૨) જડાઈ જવું :- સ્થિર થઇ જવું.
(23) ઢગલો થવું :- હતાશ થવું.
(૨૪) કમર કસવી :- મજબુત નિર્ણય કરવો.
(૨૫) પગ ઢીલા થઇ જવા :- ડરી જવું.
(૨૬) સામે પલ્લે બેસવું :- વિરોઘ નોંઘાવવો.
(૨૭) મનમાં ભૂત ભરાવું :- મનમાં લત લાગવી.
(૨૮) તાળી લાગવી :- લગની લાગવી.
(૨૯) કાગડો બોલવો :- કોઈક આવે એવા સંકેત.
(૩૦) ખેલ માંડવો :- રમત રમવી.
(૩૧) મોંમાં પાણી આવવું :- ઇસ્છા થવી.
(૩૨) હાડોહાડ થવું :- પૂરેપૂરા હોવા.
(૩૩) માટી વાળવી :- મૃત્યુ પછીની અંતિમ ક્રિયા કરવી.
(૩૪) ફૂંફાડો મારવો :- ગુસ્સો થવો.
(૩૫) બંગડીઓ મોકલવી :- ના મરદાનગી દર્શાવવાં સ્ત્રીનું ઘરેણું મોકલવું.
Post by Bambhaniya Jivan s
0 comments :
Post a Comment