(૧) કારભાર ડહોળવો :-
મોટો વહીવટ કરતા હોય તેવો દેખાવ કરવો.
(૨) કરી ઘા પડવો :- મોટું દુઃખ આવી
પડવું.
(3) ભાર ઉઠાવવો :- જવાબદારી ઉપાડવી.
(૪) ખુલ્લી રીતે ચોળવી :- જાહેરમાં ચર્ચાઈ જવી.
(૫) માંઠું લાગવું :-ખરાબ લાગવું.
(૬) વાત કાપી નાખવી :- વાતને મહત્વ ન આપવું.
(૭) ઓછું આવવું :- મનને દુઃખા થવું.
(૮) જીભ ન ઉપડવી :- બોલવાની હિંમત ન
થવી.
(૯) આંખાને આંજી નાખવી :- શેહમાં નાખવું.
(૧૦) મોકણે મન :-નિખાલસપણે.
(૧૧) માથા પર તડાપીટ વરસાવવી :- ન કહેવાનાં વેણ સંભળવવા.
(૧૨) કાનમાં વાત કહેવી :- છાની રીતે કહેવું.
(૧૩) ગળા લગી :- પૂર્ણપણે.
(૧૪) તલપાપડ હોવું :- અત્યંત ઉત્સુક હોવું.
(૧૫) મીઠા વિનાનું :- દમ વિનાનું.
(૧૬) બંઘ બેસવું :- માફક યા અનુકૂણ આવવું.
(૧૭) થાકીને લોથ થવું :-અત્યંત શ્રમિત થવું.
(૧૮) ઝાડી નાખવું :;- ખૂબ ધમકાવી કાઢવો.
(૧૯) એકના બે ન થવું :- પોતાની વાતમાં
મક્કમ રહેવું.
(૨૦) જોઈ લેવું ;- ખબર લેવી.
(૨૧) દાંત કાઢવા :- ખૂબ હસવું.
(૨૨) માથે મછલાં ઘોવાં :- ખૂબ વઢવું.
(૨૩) ડોળા ફાટી રહેવા :- સ્તબ્ઘ થઇ જવું.
(૨૪) ખબર કાઢવી :- તપાસ કરવી.
(૨૫) પાછું ખેંચી લેવું :- રદબાતલ કરવી.
(૨૬) ઉતારી પડવું :- હલકી કે નીચેની કક્ષામાં મુકવું.
(૨૭) ભેરવાઈ પડવું :- ગૂંચવાઈ જવું.
(૨૮) માંડી વળવું :- પતાવટ કરવી.
(૨૯) દમ નીકળી જવો :- થાકી જવું.
(૩૦) તડકો પડવો ;- એકાએક લાભ થવો.
(૩૧) માણસમાંથી કાઢી નાખવું :- માનસ તરીકે ગણતરીમાં ન લેવું.
(૩૨) દાઢીમાં હાથ ઘાલવો :- કાલાવાલા કરવા.
Post by Bambhaniya Jivan s
0 comments :
Post a Comment