(૧) હ્યદયના તાર ઝણઝણી ઉઠવા :- અત્યંત રોમાંચિત થઇ જવું.
(૨) કંઠે ડુમો બજાવો:- ગળું રૂધાવું.
(3) મચક ન આપવી :- નમતું ન આપવું.
(૪) ગળગળા થઇ જવું :-લાગણીવશ થવું.
(૫) મંત્રમુગ્ધ બનવું :- આભા બની જવું.
(૬) ડાગળી ચસકી જવી :- પાગલ થઇ જવું.
(૭) હ્યદય હાથ ન રહેવું :- હિંમત કે ધીરજ ન રહેવી.
(૮) તલપાપડ થઇ રહેવું :- આતુર થઇ
જવું.
(૯) ધારવ ન થવો :- સંતોષ થવો.
(૧૦) મીઠા ઝાડના મૂળ ખાવાં :- ભલું કરનારનું નુકશાન થાય તેટલી હદે લાભ ઉઠાવવો.
(૧૧) આગળી દેતા પોંચે વળગવું :- થોડું દેતા બઘુ આંચકી લેવા પ્રયત્ન કરવો.
(૧૨) હાંઉ કરવું :- શાંત કરવું.
(૧૩) બલિહારી હોવી :- વિશેષતા કે ખૂબી હોવી.
(૧૪) રાખ વળી જવી :- ભૂલાઈ જવું.
(૧૫) મેથી પાક મળવો :- માર ખાવા.
(૧૬) વટ હોવો :- રોફ , દમામ હોવો.
(૧૭) મિજાજ ગુમાવવી :- ગુસ્સે થવું.
(૧૮) ફજેતી થવી :- બદનામી થવી.
(૧૯) ચિતરી પાડવી :- મનને પસંદ ન
પડવું.
(૨૦) ઝાટકણી કાઢવી :- સખ્ત શબ્દોમાં ઠપકો આપવો.
(૨૧) મિટ માંડવી :- એકીટશે જોઈ રહેવું.
(૨૨) અડવું લાગવું :- શોભા વગરનું.
(૨૩) મન ભારે હોવું :- મનમાં ચિંતા કે દુઃખનો બોજ લાંગવો.
(૨૪) ઓસાણ ન રહેવું :- યાદ ન રહેવું.
(૨૫) પથરો પાથરવો :- આસપાસ જેમતેમ ચીજવસ્તુઓ મુકવી.
(૨૬) ઓથ હોવી :- સઘીયારો હોવો.
(૨૭) આરો ન આવવો :- અતિ ઉત્સાહમાં
આવવું.
(28) હેલારે ચડવું :- અતિ ઉત્સાહમાં આવવું.
(૨૯) આનાકાની કરવી :- હા-ના કરવી.
(૩૦) અલ્લાહ મિયાંને પ્યારા થઇ જવું:-
મૃત્યુ પામવું.
(૩૧) ટહુકો પાડવો :- મીઠાશથી બોલાવવું.
(૩૨) આંસુનો સાગર ભરી દેવો :- ખૂબ રડવું.
(૩૩) હૈયું બેસી જવું :- આઘાતની લાગણી અનુભવવી.
(૩૪) દિલમાં અવાજ ઉઠવો :- અંતરમાં પ્રેણા થવી.
(૩૫) રોટલો મળી રહેવો :- ખાવા પુરતી વ્યવસ્થા થઇ રહેવી.
(૩૬) પરસેવો પડવો :- ખૂબ મહેનત કરવી.
(૩૭) મીંડા આગળ એકડો માંડવો :- શૂન્યમાંથી સર્જન કરવું.
(૩૮) ધૂળમાં મળવું :- કરેલા પ્રયત્નો નિષ્ફળ જવા.
(૩૯) હાથપગ હલાવવા :- મહેનત કરવી.
Poste by Bambhaniya Jivan S
0 comments :
Post a Comment